તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગવડ:મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ અને સીસીરોડ બનશે

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઘડિયાળ, અને નાના મોટા અન્ય ઉદ્યોગ વર્ષોથી આંતર માળખાકીય સગવડના મળવાને કારણે દર ચોમાસામાં ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે આ વિસ્તારમાં સીસીરોડ તેમજ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 20 કરોડ પેકેજ રાજય સરકાર દ્વારા મંજુર કર્યું છે.

મોરબીના લાતી પ્લોટમાં ચોમાસામાં ઉદ્યોગ ચલાવતા નાના ઉદ્યોગકારો, માલ વાહતુક વાહનો અને હાથલારીઓને બિસ્માર રસ્તાઓને કારણે ભારે મોટી મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થવાથી દુકાનદારો અને નાના ઉદ્યોગકારોને પણ ભારે મોટી સમસ્યા રહે છે. તે જોતાં વહેલી તકે સી.સી. રોડ અને સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેન નાંખીને આ પ્રશ્ન તાકીદે ઉકેલવો જરૂરી છે. આ બાબતે ધારાસભ્ય સમક્ષ ઉદ્યોગકારો સમક્ષ રજુઆત કર્યા બાદ ધારાસભ્યએ મોરબીના પ્રભારી સૌરભભાઇ પટેલ સમક્ષ આ બાબતે વિગતે ચર્ચા કરતા આ વિસ્તારમાં મોરબી નગરપાલિકા દ્વારા લાતી પ્લોટના મેઇન રોડ, ક્રોસ રોડ અને અંદરની શેરીઓ સહિત તમામ રસ્તાઓ રૂ. ૧૫ કરોડના ખર્ચે બનાવાવા મંજૂર કરાયા છે. તેમજ રૂ. ૪ કરોડ ૫૩ લાખના ખર્ચે લાતી પ્લોટના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપ ડ્રેન પણ નાંખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...