તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મોરબીની મધ્યમાંથી નીકળતા સૌથી મોટા 4.5 કિ. મી. ના માર્ગને રીસર્ફેસ કરાશે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાણા પ્રતાપ સર્કલથી ભક્તિનગર સુધી 3 કરોડના ખર્ચે કામગીરી

મોરબી શહેરના પ્રવેશ દ્વાર સમાં ભકિતનગર સર્કલથી શરૂ થઈ શહેરની મધ્યમાં સિવિલ હોસ્પિટલચોક, નહેરૂગેટથી છેક સામાં કાંઠા વિસ્તારના જૂના હાઉસીંગ બોર્ડને જોડતા માર્ગ મકાન વિભાગ હસ્તકના 4.5 કિમી લાંબા માર્ગનું 2012 બાદ છેક હવે રીસરફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. 2012ના સમય દરમ્યાન અલગ અલગ ટુકડામાં સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે તેની લંબાઈ મર્યાદિત હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માત્ર પેચ વર્ક કરવામાં આવતું હોવાથી ગણતરીના મહિનામાં રસ્તા પર ફરી ધૂળનો ડમરીઓ ઉડવા લાગતી હતી.

જો કે આટલા લાંબા સમય બાદ આ રોડને રૂ.3 કરોડના ખર્ચે રીસરફેસિંગ કામગીરીને મંજૂરી મળી જતા આગામી દિવસોમાં કામગીરી શરૂ થવાની સંભાવના વધી છે.આ અંગે તે ડામર પટ્ટીથી રી-સરફેસિંગ કરવા રૂ. ૩ કરોડનો જોબ નંબર મેળવેલો તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પણ ઝડપભેર હાથ ધરાવી એજન્સીને પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે.

આમ,મોરબી શહેરનો ખૂબ મહત્વનો એવો આ રસ્તો ચોમાસા દરમિયાન વચ્ચે ઉઘાડ નીકળશે ત્યારે કામ ચાલુ કરી દેવા ધારાસભ્યએ માર્ગ–મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને સૂચના આપી છે. વધુમાં ગાંધી ચોક પાસે સરકારી હોસ્પિટલ સામે જે સર્કલ આવેલું છે ત્યાં નગરપાલિકા અને માર્ગ–મકાન વિભાગ દ્વારા સિમેન્ટ–કોંક્રીટથી આ જંકશનનું કામ થાય તેવું આયોજન પણ હાથ ધરાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...