પ્રામાણિકતા:ઇજાગ્રસ્ત યુવકને સારવારની સાથે કિંમતી સામાન પરત મળ્યો

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી 108ની ટીમે ફરજ નિષ્ઠા સાથે પ્રામાણિકતા દાખવી

મોરબીના આયોધ્યાપુરી રોડ પર સોમવારે મોડી રાત્રે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ અંગે 108ને કોલ આવતા મહેન્દ્રનગર લોકેશનની 108ની ટીમના ઇએમટી મનીષ આહીર અને પાઇલોટ હનીફ દલવાણી ઘટના સ્થળે દોડી ગયા હતા.

યુવકને ગંભીર ઇજા પહોંચી હોવાથી ઇમરજન્સી સારવાર કરી હતી તેમજ હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન બાઈક સવારના પર્સમાંથી એપલ કમ્પનીનો મોબાઈલ,રોકડ 8000, ચેકબુક, એટીએમ કાર્ડ અને એરફોન સહિતનો સામાન પણ મળી આવ્યો હતો.

જો કે યુવકની સ્થિતિ ગંભીર હોવાથી 108ની ટીમે યુવકના પિતા અને પરિવારજનોને જાણ કરી હોસ્પિટલમાં બોલાવી લીધા હતા અને તેને બધો સામાન સહી સલામત પરત કર્યો હતો. આમ મોરબી 108ની ટીમે ઇમરજન્સીના સમયમાં દર્દી સુધી પહોચી તેનો જીવ બચાવી ફરજ પુરી કરી હતી સાથે સાથે તમામ સામાન પરત કરી પ્રમાણિકતા પણ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...