લઠ્ઠાકાંડ મુદે માજી મુખ્યમંત્રીનું નિવેદન:લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર; માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી

મોરબી6 દિવસ પહેલા
  • ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે: માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

મોરબીમાં સામાજીક કાર્યક્રમમાં ગુજરાતનાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા. ત્યારે તેઓ પત્રકારોને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદે સરકારને સીધી જ જવાબદાર ઠેરવી હતી, અને કહ્યું હતું કે, ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.

ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ
મોરબીમાં યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાદ શંકરસિંહ વાઘેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ માટે સરકાર સીધી જ જવાબદાર છે. અને ગુજરાતમાં જે અધિકારોને પોલિટિકલ બેગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ આ હપ્તાશાહીમાં જીવતા હોય છે. અને લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી. અને લઠ્ઠાકાંડમાં અધિકારીઓનો નહીં પરંતુ તે અધિકારોના માલિકોનો વાંક છે. અને કોઈપણ વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ પીને કોઈ મરી જાય તો તે લોકોના બાપનું શું જાય છે? આજની તારીખે દિવ, દમણ, ઉદેપુર, મુંબઇમાં દારૂ મળે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...