આપનો અનોખો વિરોધ:સરકારે ગરબા પર 18% જીએસટી લગાવ્યો; તો આમ આદમી પાર્ટીએ ગરબે ઘૂમી વિરોધ કર્યો

મોરબી2 મહિનો પહેલા
  • કાર્યકરોએ રાસ ગરબા રમીને પ્રદર્શન કર્યું હતું
  • સરકાર વિરુદ્ધ નારા લગાવી જીએસટી પાછો ખેંચવા માંગ કરી

સરકાર દ્વારા તાજેતરમાં રાસ ગરબા પર 18 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આજે રાસ ગરબે રમીને પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો.

આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ રાજેશ પિંડોરીયા અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ આજે રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ રાસ ગરબા રમીને પ્રદર્શન કર્યું હતું. તેમજ ધરણા કરી સરકાર વિરુદ્ધ નારા લગાવી જીએસટી પાછો ખેંચવા માંગ કરી હતી. નવરાત્રી પર્વ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે, તે પરત ખેંચાય તેવી માંગ આમ આદમી પાર્ટીએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...