તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવા સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતારો લાગે છે. શહેરની પાંચ જનરલ હોસ્પિટલમાં દિવ્ય ભાસ્કરે કરેલા રિયાલિટી ચેક દરમિયાન સામે આવ્યું હતું કે રોજ ખાનગી હોસ્પિટલમાં 1200થી વધુ દર્દી આવે છે અને તેમાંથી 40 ટકા કોરોનાના છે.
દિવ્ય ભાસ્કર ટીમ દ્વારા આજે મોરબીની ગોકુલ, શ્યામ, મંગલમ, નકલંક તથા શુભ હોસ્પિટલમાં સર્વે કર્યો હતો. જેમાં દરેક હોસ્પિટલમાં સરેરાશ 250 થી વધુ દર્દીઓને તપાસવામાં આવે છે. સવારે 8 વાગ્યાથી રાત્રે 10-11 વાગ્યા સુધી સતત દર્દીઓને તપાસવામાં આવે છે. તેમ છતાં દર્દીઓ ખુટતા જ નથી. કેસ લખાવ્યા બાદ 7 કલાકે દર્દીનો વારો આવે છે. આ તમામ હોસ્પિટલમાં હાલ એક પણ દર્દીને દાખલ કરવા માટે બેડ ખાલી નથી. અને અંદાજે 35 થી 40 % દર્દીને કોરોના પોઝિટિવ આવે છે.
ખાનગી લેબોરેટરીમાં RTPCR બંધ
મોરબીની ખાનગી લેબોરેટરીમાં દૈનિક 600 થી વધુ RTPCR ટેસ્ટ કરાતા હતા. પરંતુ એ ટેસ્ટ કરાવવા માટે અમદાવાદ મોકલાતા હતા. હવે દર્દીઓ વધતા અને માથાકૂટો થતાં પ્રથમ લેબ દ્વારા RTPCR ટેસ્ટ બંધ કરી દીધા હતા. એ બધા દર્દીઓ બીજી લેબમાં જતાં બીજી લેબ પર ભારણ વધી ગયું હતું. જેથી 4 ખાનગી લેબોરેટરીએ આવા ટેસ્ટ બંધ કરી દીધા છે. તેમ છતાં RTPCR સિવાયના 450 થી 500 દર્દીના રિપોર્ટ થાય છે.
અકસ્માતના દર્દી માટે હોસ્પિટલમાં જગ્યા નથી
મોરબીમાં હાલ ખાનગી હોસ્પિટલોમાં એટલી ભીડ છે કે એક પણ બેડ ખાલી નથી. ગઈ કાલે રાત્રે મારામારીમાં એક ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને બેડના અભાવે કોઈ જનરલ હોસ્પિટલમાં જગ્યા મળી નહોતી,અને તેને રાજકોટ સારવાર અર્થે જવું પડ્યું હતું. હાલમાં કોઈ ગંભીર અકસ્માત કે ઈજાગ્રસ્તને જો દાખલ કરવા પડે તો બેડના અભાવે તેમને એડમીટ કરી શકાતા નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.