તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા:બે વર્ષ પહેલાં તૈયાર થયેલા માળિયા ફાટક ઓવરબ્રિજનું રિપેરિંગ શરૂ કરવું પડ્યું !

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઇવે પરથી પસાર થતા વાહનોને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરાયા

મોરબી શહેરના પ્રવેશ દ્વાર એવા માળીયા ફાટક પાસેથી પસાર થતા કંડલા નેશનલ હાઇવે બે વર્ષ પહેલા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યા વધતા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા કરોડોના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તૈયાર કરાયેલા ઓવરબ્રિજ પર તેમજ તેના નીચેથી દૈનિક હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહે છે.જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે ઘટી છે.

આ બ્રિજના નિર્માણના કોન્ટ્રકટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા દ્રશ્યો આ પુલ નિર્માણ થયાના 6 મહિનામાં સાકાર થઇ ગયા હતા. આ બ્રિજ તૈયાર થવાના 6 મહિનામાં મસમોટા ગાબડા પડી ગયા હતા. જેના કારણે અકસ્માતની સંખ્યા વધી હતી.લોકોમાંથી ઉઠેલી ફરિયાદ બાદ જાગેલી નેશનલ હાઇવે ઓથોરીટીને થિંગડા મારવાનું સૂઝ્યું હતું. હવે આ રીપેરીંગ કામ હાથ ધર્યુ છે. દોઢ વર્ષના સમયગાળામાં જ ફરીવાર બ્રિજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ રસ્તાના રીપેરીંગ કામને લઈ ટ્રાફિક જામન સર્જાઈ તે માટે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

ટ્રાફિકની સમસ્યા નિવારવા પોલીસ બંદોબસ્ત
ટ્રાફિક જામની સમસ્યાની સમસ્યા નિવારવા જિલ્લા પોલીસ દ્વારા જેમાં ટ્રાફિક શાખા દ્વારા 1 પીએસઆઇ, 18 પોલીસ, 18 જીઆરડી ,11 ટીઆરબી દ્વારા ટ્રાફિક સંચાલન જળવવામાં આવે છે.તેમજ જિલ્લા ટ્રાફિક શાખાની હાઇવે મોબાઈલના સ્ટાફ, બી ડિવિઝન સ્ટાફ, તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પેટ્રોલિંગ કરવામાં આવે છે.

વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા
મોરબીના માળીયા ફાટક સર્કિટ હાઉસ પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર હાલ રિપેરીગ કામ કરવાનું હોવાથી અને આ કામ ત્રણ મહિના ચાલે એવી શક્યતા હોવાથી ઓવરબ્રિજ બંધ હોય અને ટ્રાફિકમાં અગવડતા ન પડે તે માટે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં લાલપર તરફ જવા માટે નટરાજ ફાટકથી સોઓરડીથી કુબેર સિનેમા તરફ તથા નટરાજ ફાટકથી નઝરબાગ થઈને લાલપર જઈ શકાશે, માળીયા તરફ જવા માટે નવલખી ફાટકથી આરટીઓ બ્રિજ તરફ તથા વીસીપરા થઈ અમરેલી ગામથી રવિરાજ ચોકડી તરફ તથા નટરાજ ફાટકથી વેજીટેબલ રોડથી ધરમપુર ગામ થઈ રવિરાજ ચોકડી તરફ જઈ શકાશે.

હળવદ તરફ જવા માટે ગેંડા સર્કલથી ત્રાજપર ચોકડી થઈ જુના ઘુંટુ રોડ તરફથી જઈ શકાશે. મહેન્દ્રનગર તરફ જવા માટે (જેતપર રોડ, હળવદ રોડ) ગેડા સર્કલથી ત્રાજપર ચોકડીથી જુના ઘુટું રોડથી પટેલ વે બ્રિજથી સમર્પણ હોસ્પિટલથી રામધન આશ્રમ થઈ મહેન્દ્રનગર ચોકડી તરફ અને મહેન્દ્રનગરથી મોરબી શહેર તરફ આવવા માટે મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમથી સમર્પણ હોસ્પિટલ થઈ પટેલ વે બ્રિજથી જુના ઘુટું રોડથી ત્રાજપર ચોકડી થઈ ગેડા સર્કલથી મોરબી શહેરમાં પ્રવેશી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો