• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The FSL Report Revealed That The Bridge Bolts And Cables Were Severed; The Bail Application Of The Accused Will Be Decided On Wednesday

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના:પુલના બોલ્ટ અને કેબલ કટાયેલા હોવાનો FSL રીપોર્ટમાં ખુલાસો; આરોપીની જામીન અરજીનો બુધવારે હુકમ થશે

મોરબી12 દિવસ પહેલા

મોરબીના ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનાના કેસમાં ઝડપાયેલા તમામ નવ આરોપીએ કરેલી જામીન અરજીનું હિયરીંગ થઇ ગયું છે અને બુધવારે જામીન આપવા કે નહીં તે અંગે કોર્ટ હુકમ સંભળાવશે. તો કોર્ટમાં આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી સમયે એફએસએલ ટીમનો પ્રાથમિક રીપોર્ટ કોર્ટમાં રજુ કરાયો હતો. જેમાં મોટી બેદરકારીઓનો ખુલાસો થવા પામ્યો છે.

દુર્ઘટના સમયની તસવીર
દુર્ઘટના સમયની તસવીર

ઝૂલતા પુલનો પ્રાથમિક રીપોર્ટ સામે આવ્યો
આ બાબતે મોરબીના સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે, આરોપીઓના જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલનો પ્રાથમિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા ગ્રુપે જેને મેન્ટેનન્સ અને સિક્યુરીટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તેને તા.30 ઓક્ટોબર દુર્ઘટનાના દિવસે 3165 ટિકિટ ઇસ્યુ કરવામાં આવી હતી. આટલા બધા લોકો પુલ પર જશે તો શું થશે, તેનો વિચાર ટિકિટ આપનારે કર્યો ન હતો. પુલ પર ટિકિટ માટે બે કાઉન્ટર કાર્યરત હતા અને બંને લોકોએ એકબીજા કાઉન્ટર પરથી કેટલી ટિકિટ આપવામાં આવી તે અંગે અજાણ હતા.

દુર્ઘટના સમયની તસવીર
દુર્ઘટના સમયની તસવીર

ઝૂલતા પુલના મહત્વના ભાગ પર કાટ
રીપોર્ટમાં વધુ જણાવ્યું હતું કે, ઝૂલતા પુલના મહત્વના ભાગ પર કાટ લાગેલ હતો અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. મોરબીના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ પી.સી.જોષી સામે પુરાવા રજુ કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આરોપીઓ પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને કોઈ ટ્રેનીંગ આપવામાં આવી ન હતી અને તેઓ લેબર કોન્ટ્રાકટર હતા. તેમજ મેનેજરે તેના સ્ટાફને સમજાવવાનું હતું કે, બ્રીજ પર 100 લોકો જ જઈ સકે, પરંતુ મેનેજરે આવું કર્યું ન હતું.

દુર્ઘટના સમયની તસવીર
દુર્ઘટના સમયની તસવીર

ઓરેવા ગ્રુપની બેદરકારી સામે આવી
બ્રિજના કેબલ પર કાટ લાગેલ હતો, એન્કર તૂટી ગયા હતા, કેબલ બ્રીજ સાથે બાંધી રાખે તે રસ્સી પણ બદલવામાં આવી ન હતી. અહી લાઈફ ગાર્ડ કે બોટ અથવા સ્વીમર જેવી સલામતી બાબતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ગાર્ડે ભીડ વધી જતા દરવાજો બંધ કરી દેવાનો રહેતો હતો, પરંતુ તેઓએ બેદરકારી દાખવી હતી. તેમજ લોકોને પુલ હલાવવા જેવા વર્તન કરવાથી રોક્યા ન હતા, તેમજ ઉપરી અધિકારી કે પોલીસને માહિતી આપી ન હતી. ઓરેવા ગ્રુપ તરફથી બેદરકારી દાખવવામાં આવી હોવાનું રીપોર્ટમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...