તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સગીરાના ફોટા જાહેર કરવાની ધમકી આપી મિત્રે દુષ્કર્મ આચર્યું

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મોરબીના એક ગામમાં રહેતી એક યુવતી પર તેના અંગત પળના ફોટો જાહેર કરવાની ધમકી આપી તેના બે મિત્રોની મદદથી ઉઠાવી જઈ યુવાને પોતાના રૂમે લઈ જઈ યુવાને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ અંગે સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકના યુવાન સામે દુષ્કર્મ અને તેના બે મિત્રો સામે મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકામાં સગીરા પર નજર બગાડીને તેણીને ઘરમાંથી 3 મહિના પહેલા મૂળ ગિરસોમનાથ જિલ્લાના ઉના તાલુકા રાજપુરા ગામનો વતની અને મોરબીમાં રહેતા રાહુલ નારણભાઇ ચૌહાણ નામનો શખ્સ તેના બે મિત્ર જયદીપ અને સાગરની મદદથી સગીરાને ઉઠાવી ગયા હતા

અને પોતાના રૂમે લઈ ગયો હતો. જ્યાં આ રાહુલ નારણભાઇ ચૌહાણે સગીરાને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું.તેમજ આ શખ્સે આ રીતે સગીરાને બ્લેક મેઈલ કરીને વારંવાર તેણીનું યૌન શોષણ કર્યું હતું. આથી આ બનાવ અંગે તેણીએ સઘળી હકીકત પરિવારજનોને જણાવતા અંતે સગીરાના પિતાએ આ અંગે ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો