તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિલા સાથે પ્રેમપ્રકરણમાં થયેલી મારામારી હત્યામાં પલટાઇ, પતિના હાથે પ્રેમીની હત્યા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોરબીમાં મહિલા સાથે આડાસંબંધનો કરુંણ અંજામ, રાજકોટ સારવારમાં દમ તોડ્યો

મોરબીના હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા એક 58 વર્ષના આધેડને રાજકોટની એક મહિલા સાથે આંખ મળી જતા પ્રેમ સંબધ બધાયો હતો જે બાદ મહિલા અવારનવાર કોઈના કોઈ બહાનું કરી પ્રેમીને મળવા આવતી હતી.આ અંગેની જાણ થતા પતિએ પત્નીના પ્રેમી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા આધેડને મોરબી સીવીલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. આ ઘટનાના5 દિવસ બાદ ઈજાગ્રસ્ત આધેડનું મોત થતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડમાં રહેતા અને રીક્ષા ચલાવતા વિજયભાઈ કાંતિલાલ કોટક (ઉ.વ.58)ને રાજકોટના ઇકબાલ મકરાણીની પત્ની નસીમબેન સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમિકા નસીમબેન અવાર નવાર વિજયભાઇના ઘેર આવતી હતી.આ વાતની જાણ નસીમબેનના પતિ ઇકબાલ મકરાણી રહે. રાજકોટ વાળાને જાણ થતાં મોરબી આવી વિજયભાઈ ઉપર ગત તા.5 મે ના રોજ ધારીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઝઘડામાં વચ્ચે પડતા સાહેદ નસીમબેનને પણ ઇજાઓ પહોંચી હતી.બીજી તરફ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજયભાઈને પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સારવારમાં ખસેડવામા આવ્યા હતા જ્યા આજે સારવાર દરમિયાન વિજયભાઈ કોટકનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

અન્ય સમાચારો પણ છે...