મોરબી જિલ્લામાં ત્રણેય બેઠક પર કેસરિયો છવાયો છે. ટંકારા બેઠક પર કૉંગ્રેસના લલિત કગથરા અને વાંકાનેર બેઠક પર જાવીદ પીરજાદાએ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, 2017માં અહીં ભાજપ ખાતું પણ ખોલાવી શકી ન હતી. મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે અહીં જીત મેળવી હતી. હાલમાં કૉંગ્રેસ પાસે વાંકાનેર અને ટંકારા બેઠક હતી તે પણ કૉંગ્રેસ જાળવી શકી નથી.
જિલ્લાની ત્રણ બેઠક પર સરેરાશ 70 ટકા મતદાન થયું
મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક પર કુલ 8 લાખ 17 હજાર 761 મતદારો નોંધાયેલા છએ. જેમાંના 5 લાખ 72 હજાર 30 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ત્રણ બેઠકો પર 2017માં સરેરાશ 73.66 ટકા મતદાન નોંધાયું હતું. 2022માં 69.95 ટકા મતદાન નોંધાયું છે એટલે કે, 3.71 ટકાનો ઘટાડો નોંધાયો છે.બેઠક વાઈઝ 2017 અને 2022માં નોંધાયેલા મતદાનના આંકડા નીચે મુજબ છે.
બેઠક | 2017 | 2022 |
મોરબી | 71.44% | 67.16% |
ટંકારા | 74.50% | 71.18% |
વાંકાનેર | 74.89% | 71.70% |
2017માં જિલ્લાની 5 બેઠકોની સ્થિતિ
2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોરબીની ત્રણ બેઠકો પર ભાજપનો સફાયો થયો હતો. અહીંની ત્રણેય બેઠકો કૉંગ્રેસ જીતી હતી. જો કે, મોરબી બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી. મેરજાની અહીંથી જીત થઈ હતી બાદમાં મંત્રી પણ બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.