પાકને નુકશાન:મોરબીના અમરેલી પાસે વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં ખેતરો તળાવ બની ગયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની બેદરકારીના પગલે ખેડૂતોને નુકસાન સહેવાની નોબત આવી

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં એક સપ્તાહથી થઈ રહેલા વરસાદે સમગ્ર પંથકને જળમગ્ન કરી નાખ્યું છે. ખેતરમાં પણ પાણી પાણી થતા એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે તો બીજી તરફ અમરેલી ગામ પાસે તંત્રની બેદરકારીના કારણે ખેતરમાં તલાવડા ભરાયા છે. તાજેતરમાં સિંચાઇ વિભાગ દ્વારા મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલ D 2 કેનાલનું હાલમાં પાઇપ પાથરી અન્ડર ગ્રાઉન્ડ કેનાલનું કામ કરવામાં આવ્યું હતું.

જો કે આ કામગીરી દરમિયાન સિંચાઇ વિભાગ દ્વારા અમરેલી ગામ પાસે બંધ કરાયેલા વરસાદી પાણીના નિકાલના રસ્તાની સમયસર વ્યવસ્થા કરવામાં ન આવતા હાલ નવલખી ફાટકથી અમરેલી જવાના રસ્તે આવેલ દેવદૂત જિન આસપાસના ખેતરમાં ખેતરના પાણી નીકળી શકતા નથી. જેના કારણે ખેતર હાલ તલાવડા બની ગયા છે. આ ખેડૂતોને હાલ વાવણી માટે ખેતરમાં જવાની હાલત નથી. ભવિષ્યમાં ફરી વરસાદ થયા બાદ જો આ રીતે પાણી ભરાશે અને પાકને નુકશાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...