મોરબીના મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં રાત્રીના પરિવાર સુતો હોય દરમિયાન ઘરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હતો અને ૩૭૦૦૦ ના મુદામાલની ચોરી થયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે મોરબીના મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં રહેતા સીરામીકના વેપારી રવિભાઈ રામજીભાઈ સિણોજીયા ઘરની બહાર શેરીમાં સુતા હતા અને તેમનો નાનો ભાઈ અને માતા ઘરની અંદર સુતા હતા. જ્યારે રવિભાઈ ઘરમાં ઉપરના રૂમમાં સુતા હોય અને બીજે દિવસે સવારે સાત વાગ્યે જ્યારે રવિભાઈ જાગ્યા ત્યારે તેમના ઘરનો મેઇન દરવાજો ખુલ્લો હતો.
જેથી તેમણે પોતાના પરિવારજનોને જગાડીને આ બાબતે પૂછતા કોઈને કંઈ ખબર ન હતી. આ ઉપરાંત ઘરનો સામાન પણ વેરવિખેર પડેલો હતો. જેથી તેમણે તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 22,000 અને રૂપિયા 15,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 37,000ના મતાની ચોરી થયાનું સામે આવ્યું હતું. જે મામલે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.