તરુણી હેમખેમ મળી આવી:મોરબીમાં ગુમ થયેલી બંને તરુણીઓ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી બે તરુણી એકસાથે ગુમ થઇ હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે બંને તરુણીઓ હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. તેમજ પોલીસની કામગીરીને પણ બિરદાવી છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી પાસે રહેતી મહિમા અને સ્નેહા એમ બે બહેનપણી એકસાથે ગુમ થઇ હતી. ગત તા. 31 ઓગસ્ટના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હોય જે બનાવ મામલે તરુણીના પિતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બનાવની ગંભીરતા પારખી તુરંત એક્શનમાં આવી તપાસ ચલાવી હતી. બી ડીવીઝન પીઆઈ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી જેમાં હાઈવે નજીકથી બંને તરુણીઓ મળી આવી હતી જેથી પરિવારને સોપવામાં આવી છે.

બે તરુણીઓ હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની કામગીરીને બિરદાવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે બંને તરુણીઓ ક્યાં કારણોસર ઘરેથી નીકળી ગઈ હતી અને ઘરેથી નીકળ્યા બાદ ક્યાં ગઈ હતી. તે અંગે કાઈ બોલતી નથી જેથી પોલીસે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...