તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મોરબીમાં યુવકનો હત્યારો ઝડપાઇ જતા પરિવારે અંતે મૃતદેહ સ્વીકાર્યો

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીસીટીવીના આધારે આરોપીની ઓળખ થતા પોલીસે દબોચી લીધો

મોરબીમાં સોમવારે રાત્રે યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસે આરોપોને ઝડપી લીધા હોવાની માહિતી મળતા મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ કરી હતી.

મોરબી વણકરવાસમાં રહેતો અને રીક્ષા ચલાવતો અજિત પરમાર તેના મિત્ર હુસેન ફકરૂદિન હોથી સાથે સોમવારે રાત્રે રિક્ષામાં બેસી ત્રાજપર ચોકડી પાસે કપડાં લેવા ગયા હતા ત્યાં એક શખ્સ નાના બાળકનો હાથ પકડી હેરાન કરતો હોવાથી હેરાન ન કરવા સમજાવ્યો હતો જોકે આરોપીને લાગી આવતા તેને બન્ને યુવક પર છરીના ઘા ઝીકી દીધા હતા. બનાવમાં અજિત પરમારનું મોત નિપજ્યું હતું તો હુસેનને ગંભીર ઇજા પહોંચી છે. બનાવને પગલે સોમવારે રાત્રે મૃતકના પરિવાર અને તેના મિત્ર વર્તુળમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસ જ્યા સુધી આરોપીને ઝડપી નહિ લે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વાકારવાની જીદ પકડી હતી.

જે બાદ પોલીસ અધિકારીઓ પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા અને ત્વરીત એક્શન લેતા અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી આરોપીની શોધખોળ કરી હતી. ઘટના આસપાસનાં સીસીટીવી ફૂટેજ આધારે હુમલો કરનાર રમેશ મગાભાઈની ઓળખ થઈ જતા પોલીસે તેને દબોચી લીધો હતો.આ અંગે પરિવારજનોને પોલીસે જાણ કરતા તેઓ મૃતદેહ સ્વીકારી અંતિમ વિધિ માટે માની ગયા હતા. તેમજ રોડ ચક્કાજામ માટે ઉચારેલી ચીમકી પરત લઈ ચક્કાજામ કરવાનું માંડી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો