તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:મોરબી યાર્ડમાં મગન વડાવિયા યુગનો અંત, 2006 બાદ ચેરમેન બદલાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન તરીકે ટંકારાના ભવાનભાઈ ભાગિયાની નિમણુંક
  • મગન વડાવિયા હવે યાર્ડના વાઇસચેરમેન પદે આરૂઢ

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ પર સતત 2006થી હોદ્દો ભોગવતા મગનભાઇ વડાવીયા હવે વાઇસ ચેરમેન બની ગયા છે, જ્યારે નવા ચેરમેન તરીકે ટંકારા પથકના ભવાનભાઈ ભાગીયાની નિમણુંક કરાઈ છે.આજે નવા ચેરમેનની યોજાયેલી ચૂંટણીમાં ભવાનભાઈની નિમણુંક કરાઈ છે અને આ સાથે 2006 બાદ પહેલી વાર માર્કેટ યાર્ડમાં નવા ચેરમેન આવ્યા છે. ભવાનભાઇ ભાગિયા પણ વર્ષોથી યાર્ડના રાજકારણમાં સક્રિય છે, અને તેમની સક્રિયતાનો આ શિરપાવ મળ્યો છે.

મોરબી જિલ્લાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં 19 વર્ષ બાદ ડિરેકટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને સમર્થન વાળી પેનલ ચૂંટણી લડી હતી. જેમાથી ભાજપ સમર્થન વાળી પેનલ વિજેતા બની હતી. આ દરમિયાન કોરોનાની બીજી લહેર આવતા યાર્ડના ચેરમેનની નિમણુંક અટકી પડી હતી આજે આ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં નવા ચેરમેન તરીકે ભવાન ભાઈ ભાગીયાની નિમણુંક થઈ છે જ્યારે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2006થી ચેરમેન પદ ભોગવતા મગનભાઈ વડાવીયા હવે વાઈસ ચેરમેન બની ગયા છે.

આ બદલાવ પાછળ કારણ એવુ સામે આવી રહ્યું કે નવા નિયમો મુજબ સતત બે ટર્મથી ચેરમેન બનતા હોય તેઓને હવે પદ છોડવું પડશે. જેથી રોટેશન જાળવવું જરૂરી છે. આ કારણોસર પણ મગનભાઇ બદલે ભવાનભાઈને યાર્ડના નવા ચેરમેન તરીકે નીમવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...