તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મકનસરમાંથી પકડાયેલી નશાકારક તપાસ માટે બોટલ લેબમાં મોકલાઇ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે આલ્કોહોલિક દવાનું થતું’તું વેચાણ
  • ફૂડ એન્ડ ડ્રગની ટીમ તપાસમાં જોડાઈ, રિપોર્ટની જોવાતી રાહ

મોરબીનાં મકનસર ગામમાં વાદીપરામાં બે દિવસ પહેલા એલસીબીની ટીમે રેડ કરીને આયુર્વેદીક હર્બલ ટોનીક ના નામે આલ્કોહોલિક નશા કારક દવાઓની બોટલોનું વેચાણ કરતાં શખ્સની ધરપકડ કરી રૂ.7.83 લાખની 9220 બોટલો કબ્જે કરી હતી. અને શંકાસ્પદ બોટલની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરતા ફૂડ એન્ડ ડ્રગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને દવાના સેમ્પલ લઈ ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવી ગયા પછી આ કયા પ્રકારનું કેમિકલ છે.

માનવશરીરના તેની અસર અંગેની વિગત તપાસ બાદ જ સામે આવશે બાદ કાર્યવાહી કરવામાં આવશેમકનસરના વાદીપરામાં રહેતા જયેશભાઇ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરાના રહેણાંક તથા દુકાનમાં આલ્કોહોલિક આયુર્વેદિક હર્બલ ટોનિકની બોટલોનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે તેવી બાતમી મોરબી એલસીબીના પીએસઆઈ ડાભી અને વિક્રમસિંહ સબળસિંહ બોરાણાને મળી હતી. જેના આધારે જયેશ ઉર્ફે લાલોના ઘરે દરોડો કર્યો હતો ત્યારે તેની દુકાન તથા મકાનેથી 9220 બોટલો મળી હતી.

મોરબી એલસીબીની ટીમે 7,83,300નો આલ્કોહોલિક આયુર્વેદિક હર્બલ ટોનિકનો જથ્થો કબ્જે કર્યો હતો, અને સ્થળ ઉપરથી મળી આવેલ જથ્થો તેમજ જયેશે રજૂ કરેલ બીલોમાં વિસંગતતા જોવા મળતા કાર્યવાહી કરી છે અને જયેશભાઇ ઉર્ફે લાલો જે આલ્કોહોલીક આયુર્વેદીક હર્બલ ટોનીકની બોટલો વેચાણ કરતો હતી તેમાં કોઇ આલ્કોહોલિક કે માનવ શરીરને નુકશાન થાય તેવું પ્રવાહી છે કે કેમ ? તે બાબતે પુથ્થકરણ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરીને સેમ્પલ મોકલવામાં આવેલ છે અને તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...