મોરબી તાલુકા પોલીસે મોરબી-માળીયા હાઇવે ઉપર માધવ આઇમાતા હોટેલ નજીક ટ્રક ટ્રેઇલરમાં છૂપાવીને લઇ જવાતો 60 બોટલ દારૂ ઝડપી લઈ ટ્રક-ટ્રેઇલર સહિત 10.58 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વજેપરા ઝાંપા પાસે વોંકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થા સાથે 3 શખ્સને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 41 બોટલ દારૂ જપ્ત કર્યો હતો.
મોરબી-માળીયા નેશનલ હાઇવે પર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને માધવ આઇમાતા હોટેલ નજીક અલગ અલગ વાહનનું ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી રૂ. 58,940ની કિંમતની જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે RJ-07-GC-9839 નંબરના ટ્રકચાલક કિશોરગીરી મધુગીરી ગૌસ્વામીને ઝડપી લીધો હતો અને રૂપિયા 10 લાખની કિંમતના ટ્રક સહીત કુલ રૂપિયા 10.58 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં મોરબીના વજેપરના ઝાંપા સામે વોકળાના કાંઠે ત્રણ ઈસમોએ વિદેશી દારુ વેચાણ કરવાના ઈરાદે પોતાના કબજામાં રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને દારૂની બોટલો નંગ-41 કિ. રૂ. 12300નો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.