કાર્યવાહી:ઘરે જવાની ના પાડતા ઉશ્કેરાટમાં ક્લીનરે જ ડ્રાઇવરને પતાવી દીધો હતો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના પીપળિયા ચાર રસ્તા પાસે ટ્રકમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો’તો
  • પોલીસે આરોપીને માળિયા-કચ્છ હાઇવે પર હોટેલ નજીકથી ઝડપી લીધો

માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં આવતા પીપળીયા ચાર રસ્તા નજીક ગત 7 જુલાઈના રોજ ટ્રકમાંથી લેરાજી ઠાકોરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા માળિયા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. બનાવ બાદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આરોપી ક્લીનર વિરુદ્ધ દિનેશ વરસંગ બોડાણા વિરુદ્ધ હત્યાની આશંકા રાખી ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી. ડી. જાડેજા, તેની ટીમે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આરોપી માળિયા કચ્છ રોડ પર આવેલી કે. જી. એન. હોટેલમાં રોકાયો હોવાની બાતમી મળી હતી, બાતમીના આધારે માળિયા પોલીસની ટીમ તે સ્થળ પર ત્રાટકી આરોપી દિનેશ વરસંગ બોડાણાને ઝડપી લીધો હતો, પોલીસ મથકે લાવી અટકાયત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીની પૂછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે મૃતક અને પોતે ડ્રાઇવર ક્લિનર તરીકે કામ કરતા હોય ઘરે જવું હોય તેમજ રૂપિયાની જરૂર હોવાથી મૃતક પાસે રૂપિયાની માગણી કરી હતી. ટ્રક ડ્રાઈવરે રૂપિયા આપવા કે ઘરે જવા પર આનાકાની કરતા ઝઘડો થયો હતો જે બાદ વ્હિલના પાનાનો ઘા કરતા મૃતક લેરાજીના નાકના ભાગે લાગી ગયો હતો જે બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...