રવિવારે બપોરે હળવદ નજીક હાઇવે પર કવાડિયા ગામના પાટિયા નજીક મોરબીથી સુરેન્દ્રનગર જતી ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવર સહિત 10 જેટલા લોકોને ઇજા પોહચી હતી જેમાં સારવાર લઇ રહેલા ટ્રાવેલ્સના ડ્રાઈવરનુ આજે મોત નિપજ્યું છે.
હળવદ હાઈવે પર રવિવારે બપોરના સમયે મોરબીથી સુરેન્દ્રનગર જતી મયુરરાજ ટ્રાવેલ્સની બસ અને ટ્રેઇલર વચ્ચે અમદાવાદ-હળવદ હાઇ-વે પર કવાડિયા ગામના પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકશાન થયું હતું. અને બસમાં સવાર ડ્રાઈવર સહિત 10 મુસાફરોને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ડ્રાઇવર પ્રદિપભાઈ ઉર્ફે પદુભાઈ લાલજીભાઈ પરમાર ( ઉ.વર્ષ- 55 ) (રહે. ધ્રાંગધ્રા)ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.જ્યાં આજે સારવાર દરમ્યાન પ્રદિપભાઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.