મોરબી તાલુકામાં રાજપર નસીતપર ગામ વચ્ચે પુરપાટ વેગે જતા યુવાને બાઈક પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઇ જતા તેને માથામાં ઈજા પહોંચી હતી અને તેનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યાવહી હાથ ધરી છે.
નસીતપર નજીકના તળાવ પાસેનો જોખમી વળાંક આ બાઇક ચાલક તારવી શક્યા ન હતા કોઇ કારણસર બાઇક પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી. પોલીસે બાઇક ચાલકના પરિવારજનોને ઘટનાથી વાકેફ કર્યા હતા. મોરબીના ઓશો ટાવરમાં રહેતા મનિષાબેન સનારીયાનાં પતિ મહેન્દ્રભાઇ ઉર્ફે મુન્નો બાબુભાઇ સનારીયા ગત તા. ૧૬ના રોજ GJ-36-AB-6452 નમ્બર નું બાઈક લઈને જતાં હતા. બનાવ સમયે બાઈક વધુ સ્પીડમાં ચલાવતા હતા. દરમિયાન રાજપરથી નસીતપર ગામ તરફ જતા રોડના વળાંક પાસે તળાવ આવેલું છે.
તેની સામે પહોંચતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ સ્લીપ થયું હતું. જ્યાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.