દુર્ઘટના:પંચાસર પાસે પાંચમા માળેથી નીચે પટકાતા યુવકનું મોત

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના નીલકંઠ એપાર્ટમેન્ટમાં બનાવ બન્યો
  • પાણી પીવડાવવા​​​​​​​ ગયેલા કામદારનો પગ લપસ્યો’તો

મોરબીના પંચાસર રોડ પર નીલકંઠ એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે પાણી પાતી વખતે પગ લપસી જતા નીચે પડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી શહેરમાં અલગ અલગ બિલ્ડિંગમાં સુરક્ષાના અભાવે કામદારો નીચે પડવાથી મોત થતા હોય છે. કામદારો ઉંચાઈ પર કામ કરતા હોય ત્યારે સેફટી બેલ્ટ કે હેલ્મેટ આપવામાં આવતા નથી, જેના કારણે અકસ્માતમાં મોત થતા હોય છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલાં મોરબીના નવ નિર્મિત બિલ્ડિંગમાં બની હતી.

મોરબીના પંચાસર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અર્જુનરામ લુણારામ જોરાટ (ઉ.૧૮) નવી બનતી નીલકંઠ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગમાં પાંચમા માળે બાંધકામ થયેલા ભાગમાં પાણી છંટકાવ કરતો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા પાંચમા માળેથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના અલગ અલગ ઔદ્યોગિક ગૃહ અને બાંધકામ સાઇટ પર આ રીતે બેદરકારી દાખવામાં આવતી હોવા છતાં શ્રમ વિભાગ આ રીતે આંખ આડા કાન કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...