પાણીના પ્રવાહમાં બાળકી ડૂબી:મચ્છુના કાંઠે કપડાં ધોવા ગયેલી માતાની નજર સામે બાળકીનું મોત

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસની બાળકી પાણીના પ્રવાહમાં તણાઇ જતા ડૂબી ગઇ હતી
  • માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ પાણીમાંથી બાળકીને બહાર કાઢી

મોરબી નજીક મચ્છુ નદીના કાંઠે એક શ્રમિક મહિલા કપડાં ધોવા ગઈ હતી. તે દરમિયાન તેની 6 માસની બાળકી અચાનક પાણીમાં પ્રવાહમાં દૂર તણાઈ જતા ડૂબી જવાથી બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમયે માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકોએ બાળકીને બહાર કાઢી હતી. પરંતુ તેનું મોત નીપજ્યુ હતુ. આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલા નઝરબાગ રેલવે સ્ટેશન નજીક ફાટકની પાસે રહેતા પીન્ટુભાઇ ભીખુભાઇ ચુવાળિયા નામના એક મજુરની પત્ની મચ્છુ નદી કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી ત્યારે તે પોતાની 6 માસની બાળકીને પણ સાથે લઇ ગઇ હતી. આ દરમિયાન તેની પુત્રી આરતીબેન પીન્ટુભાઇ ચુવાળિયા અકસ્માતે નદીના પ્રવાહમાં તણાઇ જતા ડૂબી ગઈ હતી. અને પ્રવાહમાં દૂર તણાઈ જતા મહિલા હતપ્રત બની ગઇ હતી અને બૂમાબૂમ કરવા લાગી હતી.

ત્યારે આસપાસના લોકોને આ બનાવની જાણ થતા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી અને બાળકીને બહાર કાઢી હતી. પરંતુ તે બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં વધુ તપાસ મોરબી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સટેબલ જે.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...