તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ સામે સાવચેતી:અન્ય રાજય-જિલ્લાઓમાંથી ગુના આચરીને આવતા તત્ત્વો હવે મોરબીમાં છુપાઈ નહિ શકે

મોરબી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબી જિલ્લામાં આવતા પરપ્રાંતીય મજૂરોની થશે ઓનલાઇન નોંધણી

મોરબી વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલા 1000થી વધુ સિરામિક ફેકટરીઓ,પેપરમિલ, પ્લાયવુડ સહિતની ફેકટરીમાં ગુજરાત ઉપરાંત એમપી,મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝરખંડ છત્તીસગઢ સહિતના રાજ્યમાંથી જેમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરવા આવે છે.જો કે આવા મજૂરોની આડમાં કેટલાક ગુનેગાર પણ આવી જાય છે અને અહીં ચોરી,લૂંટ હત્યા સહિતની અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડે છે. અને ગુનાઓને અંજામ આપી ગુનેગાર નાસી છૂટે છે ત્યારે મોરબી પોલીસે હવે આવા ગુનેગાર પર ટેકનોલોજી મારફતે સિકંજો કસવાનું શરૂ કરી દીધું છે.

આગામી દિવસોમાં મોરબીના સિરામિક યુનિટમાં કામ કરતા તમામ શ્રમિકોની માહિતી માટે એક એસ્યોર્ડ નામની એપ્લિકેશન બનાવવામા આવી છે જેમાં બહારથી આવતા તમામ શ્રમિકોનો ડેટા તેમાં સમાવવામાં આવશે, જે શ્રમિકોના પરિવારથી લઈને ગુનાહિત ઇતિહાસની માહિતી સ્ટોરેજ કરશે.રેન્જ આઇ જી સંદીપ.સિંહ દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

મોરબી પોલીસ દ્વારા મોરબી જિલ્લામાં બહારથી આવતા પરપ્રાંતીય શ્રમિકોની તમામ વિગતો માટે ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં તમામ શ્રમિકોના ડેટા પરિવાર ની માહિતી તેમજ તેના ઇતિહાસ ની માહિતી અને હાલ તે ક્યાં કામ કરે છે તેની વિગતો સાથે સ્ટોરેજ કરવામાં આવશે આ ઉપરાંત કોઈ પણ શ્રમિક કયા જિલ્લા કે રાજ્યમાંથી આવ્યો છે.

તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ, ગુનાહિત ઇતિહાસ તેમજ જે ફેકટરીમાં કામ અર્થે આવ્યો હોય તેનો સંપર્ક નમ્બર સહિતની વિગત સ્ટોર કરવામા આવશે.અને જો કોઈ આવી વ્યક્તિ દવાર ગુન્હો આચરવામાં આવશે અથવા અગાઉ ગુન્હો કરી ફરાર થઈ મોરબીમાં આવ્યો હશે તો તેને ઝડપથી ટ્રેક કરી વધુ ગુના કરતો અટકાવી જેલ હવાલે કરવામાં પોલીસને સરળતા રહેશે. પોલીસની આ એપ્લીકેશન સીસીટીવી કેમેરાની જેમ થર્ડ આઇ જેવું કામ આપશે અને ગુનેગારની કુંડળી પલકવારમાં મેળવવામાં મદદરૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો