વિવાદ:રફાળેશ્વર ગામ પાસે દંપતીના ઝઘડામાં વચ્ચે પડતા બે પરિવાર વચ્ચે જામી પડી

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામ સામી પોલીસ ફરિયાદ બાદ 2 મહિલા સહિત 3ની અટકાયત કરાઇ

મોરબીના રફાળેશ્વર ગામના નળિયાના કારખાના પાસે દંપતી વચ્ચે ઝઘડો થતો ત્યારે બે મહિલા સહિત ચાર વ્યકિત તેઓને સમજાવવા ગયા હતા.જે બાદ આ દંપતીએ ગાળો આપી મારામારી કરી હતી.પોલીસે બે મહિલા સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલા મોમાંઇ નળિયાના કારખાના પાસે કારખાનામાં રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો જગદીશભાઈ કુરિયા અને તેમની પત્ની વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થતી હતી.

ત્યારે ત્યાં રહેતા આરોપી પ્રેમલભાઈ કરસનભાઈ મકવાણા, કરશનભાઈ છગનભાઈ મકવાણા, રમીલાબેન પ્રેમલભાઈ મકવાણા અને ગૌરીબેન કરસનભાઈ મકવાણા ત્યાં ગયા હતા અને દંપતીને બોલી ગાળો આપી હતી અને દંપતીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માટે હાલમાં મુકેશભાઈની ફરિયાદ લઈને પોલીસે બે મહિલા સહિત ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવેલ હતી સામે પક્ષે પ્રેમલભાઈ કરસનભાઈ મકવાણાએ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મુકેશભાઈ તેની પત્ની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા હોય જેથી તેઓ બન્નેને સમજાવવા ગયા હતા.

જો કે બન્ને તેમના પર હુમલો કરી ગાળો આપી જાતિ પ્રત્યે હડધૂત પણ કર્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પ્રેમલભાઈની અટકાયત કરી હતી. જ્યારે આજે કરશનભાઈ છગનભાઈ મકવાણા, રમીલાબેન પ્રેમલભાઈ મકવાણા અને ગૌરીબેન કરસનભાઈ મકવાણાની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...