કોરોના કાળ:કોરોનાના શંકાસ્પદ દર્દીની લાશ પેક કર્યા વિના સોંપાઇ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દેકારો
  • પાલિકા કર્મી, હોસ્પિટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી

મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા ખાનગી કોવિડ સેન્ટરમાં શુક્રવારે એક કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું, જે બાદ પાલિકા સ્ટાફને જાણ કરી અંતિમ વિધિ માટે લઈ જવાનો ફોન આવતા મોરબી પાલિકાનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી હતી અને સ્ટાફ દ્વારા મૃતદેહને ખુલો છોડી દેવામાં આવ્યો હતો. આ બાબતે ફાયર સ્ટાફ દ્વારા મૃતદેહને ડિસઈનફેક્ટ કરી યોગ્ય રીતે પેક કરી બાદમાં સોંપવા જણાવ્યું હતું. હોસ્પિટલમાં થોડા સમય માટે પાલિકા કર્મી અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ હોસ્પિટલના તબીબો અને સંચાલકો વચ્ચે પડ્યા હતા અને બાદમાં પ્લાસ્ટિક બેગમાં મૃતદેહ પેક કરી દેવાયો હતો અને પાલિકા કર્મીઓને સોંપી દેવાયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...