તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબી શહેરમાં વેપારીઓ કોરોના નેગેટિવ રિપોર્ટ નહિ રાખે તો પાલિકા દુકાન સીલ કરશે

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ નહિવત, વેપારીઓને સુપર સ્પ્રેડર બનતા અટકાવવા પ્રયાસ

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ નહિવત થઈ ચૂક્યું છે. છતાં ત્રીજી લહેર આકરી ન બને તે માટે પોલીસની સાથે હવે પાલિકા તંત્ર એકશન મોડમાં આવ્યું છે. પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં જે વેપારી આર.ટી.પી.સી.આર નેગેટિવ રિપોર્ટ રાખવાના નિયમનું કડક પાલન નહિ કરે તોતેની દુકાન સિલ કરાશે. આ માટે ટીમ ડોર ટુ ડોર ચેકીંગ પણ કરશે જેથી વેપારીઓને રિપોર્ટ દુકાનમાં રાખવા ચીફ ઓફિસરે તાકીદ કરી છે.

2 દિવસે કોરોના રિપોર્ટના નિયમથી વેપારીઓમાં કચવાટ
મોરબીમાં બે મહિનાથી કોરોનાની બીજી લહેરના કારણે મોટા ભાગની દુકાનો બંધ રહેતી હતી હાલ પણ બપોર ત્રણ વાગ્યે સુધી જ દુકાન ખૂલી રહે છે.તેમાં પણ દર બે દિવસે રિપોર્ટ કરવા પડી રહ્યા છે.કોરોના સંક્રમણને કાબૂ રાખવા જરૂરી છે. દર બે દિવસે રિપોર્ટ કરાવવાના નિયમથી વેપારીઓના કચવાટ જોવા મળી રહ્યો છે.

3 કેસ પોઝિટિવ, 16 દર્દી ડિસ્ચાર્જ
મોરબી જિલ્લામાં 647 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 3 કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં 3 કેસમાં મોરબી,વાંકાનેર, ટંકારાને 1-1 કેસ આવ્યા હતા તો માળિયા અને હળવદમાં એક પણ નવો કેસ આવ્યો ન હતો તો 16 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 6464 નોંધાયા હતા જેમાંથી 6047 દર્દી ડિસ્ચાર્જ થયા હતા હાલ એક્ટિવ કેસ 76 રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...