તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કન્ટેનર ચાલકે બ્રેક મારતા સામાન બોનેટ પર જઇ પડ્યો, ક્લીનરનું મોત

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ગાળા પાસે બની વિચિત્ર ઘટના, ટ્રકચાલકને ઇજા

મોરબી માળીયા નેશનલ હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે એક કન્ટેઇનર માલ લોડ કરીને જતું હતું તે દરમિયાન આગળ જતાં અન્ય એક વાહન ચાલકે ઓચિંતી બ્રેક મારતા કન્ટેનર ચાલકે પણ અકસ્માતથી બચવા પોતાની પુરી તાકાતથી બ્રેક મારી આગળના વાહન સાથે ટકરાતાં બચાવ્યું હતું જો કે અચાનક લાગેલી બ્રેકના કારણે માલ લોડની કન્ટેઇનર સાથેની પકડ છૂટી ગઈ હતી અને આ આગળના આ માલ બોનેટના ભાગે સરકી ગયું હતું.

અચાનક બનેલી ઘટનામાં ઓમપ્રકાશ આલારામ જેઠ નામના 23 વર્ષીય યુવકને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં માળીયા 108ના હનીફભાઈ અને ઇએમટી સ્ટાફ તુરત ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને માળીયા સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે માળીયા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો