તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કન્ટેનર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતા ધડાકો, આગ ભભૂકી

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાલકે કાબૂ ગુમાવતા ટીસી સાથે ટક્કર. - Divya Bhaskar
ચાલકે કાબૂ ગુમાવતા ટીસી સાથે ટક્કર.
  • મોરબીથી રફાળેશ્વર તરફ જતા લીલાપર ગામ નજીક બનાવ બન્યો
  • ફાયરની ટીમ ઘટનાસ્થળે જઇ આગ કાબૂમાં લીધી, ચાલકનો બચાવ

મોરબીથી રફાળેશ્વર તરફ જતા રોડ પર આવેલ લીલાપર ગામ નજીક એક પેપરમિલ બહાર એક કન્ટેઇનર પસાર થતું હતું તે દરમિયાન કોઈ કારણસર કન્ટેઇનર ચાલકે કાબુ ગુમાવતા તે સીધું ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર સાથે અથડાયું હતું. જે બાદ જોરદાર ધડાકો થયો હતો અને ટીસીમાં આગ ફાટી નીકળી હતી.

આ આગે બોનેટના ભાગને ઝપટમાં લઈ લેતા આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવ બાદ ટ્રક ચાલક સમય સુચકતા વાપરીને બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. બનાવને પગલે રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...