• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Condition Of The Road In Kotdasangani's Kalambhadi Is Bad, The Policy Of The System Is To Run On Dirt Instead Of Repair.

ખેડૂતોમાં રોષ:કોટડાસાંગાણીના કાલંભડીમાં રસ્તાની હાલત ભંગાર, મરામતના બદલે ધૂળ પાથરીને ચલાવવાની તંત્રની નીતિ

કોટડા સાંગાણી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની અનેક રજૂઆતો પાણીમાં ઘોળીને ગટગટાવી જવાતાં ખેડૂતોમાં પારાવાર રોષ

કોટડા સાંગાણી તાલુકાના કાલંભડી ગામથી ભોકેસ્વર મહાદેવના મંદિર સુધીનો જૂનો રસ્તો અતિ બીસ્માર હાલતમાં છે જેથી લોકોને અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાલંભડી, આંબલીયાળા ગામે જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવે છે. આ રોડની મરામત માટે વાર નવાર રજૂઆત કરવામાં આવે છે. તંત્ર દ્વારા કશું જ ધ્યાનમાં લેવામાં આવતું નથી.

આ રોડ તાત્કાલિક નવો બનાવવા માટે કાલંભડી ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ખીમજીભાઇ ગુજરાતી તેમજ ઉપ સરપંચ કેશુભાઈ જેરામભાઈ રાઠોડ તથા ગ્રામ પંચાયતના સભ્યઓ દ્વારા કાલંભડીથી ભોકેશ્વર રસ્તો રીપેર કરવા માગણી કરવામાં આવી છે. ઉપરાંત અહીંથી પસાર થતા વોકડા ઉપર નવો પુલ બનાવવા માગણી ઉઠી છે. કેમકે લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને આ વોકડા ઉપર પાણી ભરેલું હોય ત્યારે પસાર થવા મજબુર છે. હવે તંત્ર આ બાબતને ગંભીરતાથી લે તે આવશ્યક છે. ઉપરાંત કોટડા સાંગાણીના અનિડા વાછરાનો રોડ અતિ બીસ્માર હાલતમાં છે.

આ રોડ ઉપર એક એક ફૂટના ખાડા પડી જવાથી તે રોડ ઉપર જ ડામરની જગ્યાએ ટાચ અને ધોળી ધૂળથી મરામત કરી દેવાઇ છે. આથી વાહન ચાલકો સ્લીપ થઈ‌ જાય છે. આ રોડ ઉપર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઇ છે. અનિડા વાછરાથી નવી મેંગણી સુધીનો 15 કિ.મીનો રસ્તો પણ હવે તો મરામત માગે છે. તે રોડ ઉપર ડામર નાખવાની જગ્યાએ ધોરી ધૂળ નાખી દેવાતાં અનિડા વાછરા અને મેંગણીના લોકોને પસાર થતી વખતે ભગવાન યાદ આવી જાય છે. આથી હવે રોડ રસ્તાની મરામતની માગણી ઉકેલાય અને સંબંધિત તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી માગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...