તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:બહેન સાથે પ્રેમલગ્ન કરનાર યુવાનને ભાઇઓ પતાવી દીધો

મોરબી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મોરબી જિલ્લામાં રવિવારની રાત્રે અલગ અલગ બે ઘટનામાં બે યુવકની હત્યા
 • માતાજીના માંડવામાંથી પરત ફરતા યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી

મોરબીના રામઘાટ પાસે રવિવારે મોડી રાત્રે કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવકની છરીના ઘા ઝિંકી ક્રુર હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ તેના મૃતદેહને પી.એમ.માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની બહેન સાથે યુવકને 10 વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો અને તેના લીધે ભાઇને ગમતી વાત ન હોઇ આ મનદુ:ખમાં હત્યાને અંજામ અાપવામાં આવ્યો હતો.

આ ઘટનામાં મોડી રાત્રે મૃતકના પિતા અબ્બાસ મહમદશા રફાઇ એ કાલિકા પ્લોટ વિસ્તાર ના જ રફીક ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મૃતક યુવકને 10 વર્ષ પહેલાં આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેને લઈ અગાઉ સમાધાન પણ થઈ ગયું હતું. જો કે આરોપીઓએ તેનો ખાર રાખી છરીના ઘા ઝિંકી હત્યા કરી નાખી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપી રફીક ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હત્યા કરનાર આરોપી પોલીસના હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે. તો હત્યાનો બીજો બનાવ માળીયા મી.ના મોટા દહીંસરા ગામમાં બન્યો હતો. મોરબીના લીલાપર રોડ પર આવેલા સરકારી આવાસ વિસ્તારમાં રહેતો લાલો વલ્લભભાઈ દેલવાડિયા નામનો સગીર તેમજ તેનો ભાઈ જેસંગ,મામાનો દીકરો શની તેમજ અન્ય 2 મિત્રો સહિતના લોકો મોટા દહીંસરા ગામમાં શનિવારે રાત્રે યોજાયેલા માતાજીના માંડવામાં ગયા હતા.મોડી રાત્રે અન્ય મિત્ર અને ભાઈ પરત ફરી ગયા હતા પણ લાલો મોબાઈલ ફોન ન ઉપાડતા તેની શોધખોળ કરી હતી પણ રાત્રીના તેના કોઇ સગડ મળી શક્યા ન હતા.

જો કે વહેલી સવારે તેની માથામાં પથ્થરના ઘા ઝિંકી હત્યા કરી દેવામાં આવી હતી અને તેની લાશ ગામના તળાવ પાસેની બાવળની ઝાળી નજીકથી મળી આવી હતી. સગીરના માથામાં કોઈ અજાણ્યા શખ્સો પથ્થરના ઘા ઝિંકી હત્યા કરી હોવાનું સામે આવતા માળીયા પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા અને મૃતદેહનો કબજો લઇ પીએમ માટે સિવિલમાં ખસેડાયા હતા. મૃતકના ભાઈની ફરિયાદ આઘારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો