• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • The Body Of An Old Man Was Found In A Suspicious Condition From The House, Morbi's Family Had Gone To Goa For The Wedding

તપાસ:ઘરમાંથી વૃદ્ધની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી, મોરબીનો પરિવાર લગ્નમાં ગોવા ગયો હતો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલાયો

મોરબીના શહેરના મકાનમાં શુક્રવારે સવારે 75 વર્ષના વૃદ્ધનો માથાના ભાગે ગંભીર ઈજા થયેલી તેમજ ગળાના ભાગે ફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક ઘરે એકલા હતા અને પરિવારજનો ગોવા લગ્ન પ્રસંગમાં ગયા હતા. પાડોશી મહિલા તેમને નાસ્તો આપવા ગયા ત્યારે આ બનાવની જાણ થઇ હતી. આથી તેમણે આસપાસના લોકોને વાકેફ કર્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. વૃદ્ધની હત્યા થયાની આશંકાને પગલે પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલીને આગળની તપાસ કરી હતી.

મોરબીમાં શનાળા રોડ જીઆઈડીસી રોડ પર આરાધના સોસાયટીમાં આવેલા એક રહેણાંકમાં રહેતા દિનેશલાલ અમૃતભાઈ મહેતા નામના 75 વર્ષના વૃદ્ધ ઘરે એકલા હતા અને તેમના પત્ની અને તેમના પુત્ર પુત્રીઓ ગોવા લગ્ન પ્રસંગે ગયા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે તેમની સાથે કોઈ અણબનાવ થયો હતો.

સવારમાં પાડોશમાં રહેતી મહિલા નાસ્તો આપવા ગયા ત્યારે વૃદ્ધ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચેલી અને મૃત હાલતમાં મળી આવ્યા હતા.જેથી મહિલાએ જ આસપાસના લોકોને પણ જાણ કરી હતી. બનાવ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુત્રોએ ઉમેર્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટ આવી ગયા બાદ આ બનાવ હત્યાનો છે કે અન્ય એ ખ્યાલ આવી શકશે.

અન્ય સમાચારો પણ છે...