તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:9 વર્ષના બાળકની ઓરડીની બારીમાં લટકતી લાશ મળી

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોરબીમાં સિરામિક ફેક્ટરીની ઓરડીમાં બનેલી ઘટના, પોલીસને આપઘાતની થિયરી ગળે ન ઉતરી

મોરબીના પાવડીયારી ગામ નજીક આવેલા એક્ષોલી સિરામિક નામની ફેકટરીના ઓરડી નમ્બર 24માં રહેતા મૂળ ઝારખંડના સિંધભુમ જિલ્લા કેલેન્ડે ગામના વતની પાતોરભાઈ પાંડુભાઈ સવૈયા નામના શ્રમિકના 9 વર્ષના પુત્ર સિકુર પાતોરભાઈ સવૈયાની ગત 8 તારીખના બપોરના સમયે ઓરડીની બારી સાથે લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી.બનાવ બાદ બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં જે બાદ ફોરેન્સિક પીએમ માંટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું ખુલ્યું છે. જો કે 9 વર્ષના બાળકના આપઘાતની થિયરી ગળે ઉતરે તેમ ન હોવાથી તેની સાથે કોઈ બીજી દુર્ઘટના પણ બની હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે તાલુકા પોલીસે આપઘાત અંગે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને જે પ્રકારે યુવકનો બારી સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળતા પ્રથમ દૃષ્ટીએ આપઘાત થયો હોવાનું અનુમાન છે.

પ્રાથમિક તપાસમાં આપઘાતની શક્યતા
બાળકનો મૃતદેહ તેના જ ઘરની બારીએ લટકતી હાલતમાં મળ્યો હતો. કદાચ રમતા રમતા અકસ્માતે બાળકને ફંદો લાગ્યો હોય શકે તેવી શંકા હોવાથી બાળકનું રાજકોટ ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. આ ઉપરાંત તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જેમાં બાળક લાડકોડથી ઉછરેલું હોવાથી જીદી સ્વભાવનું હતું તેમ જાણવા મળ્યું હતું, અને તેની પ્રથમ માતા બાળકને છોડીને જતી રહી હતી.હાલ બીજી માતા જ તેની દેખરખ રાખી રહી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત કે શંકાસ્પદ મોત સામે નથી આવ્યું પણ બાળક જીદી સ્વભાવનું હોવાથી આપઘાત હોઇ શકે તેમ તપાસનીશ અધિકારી એ.એસ.આઈ આર.બી વ્યાસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...