તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબીમાં બંધ ઓરડીમાંથી યુવક અને યુવતીની લાશ મળી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને યુવતીની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાનુંં પ્રાથમિક તારણ

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલા ભારતનગર વિસ્તારમાં એક બંધ ઓરડીમાંથી મોડી સાંજે એક 36 વર્ષના યુવક અને 34 વર્ષની યુવતીની લાશ મળી આવી હતી.પોલીસે સ્થળ પર દોડી જઇ બન્ને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસ યુવકે યુવતીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ યુવકે પણ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હોવાનું તારણ લગાવી રહી છે. જો કે બનાવ અંગે મોડે સુધી પોલીસ ચોપડે નોંધ થઈ ન હતી.

ભરતનગર વિસ્તારમાં એક ઓરડીમાંથી સોમવારે મોડી સાંજે એક યુવક અને એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી હતી.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ ,પીએસઆઇ વાઢિયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ કબજો મેળવી પીએમ માટે ખસેડાયા હતા. તપાસમાં યુવકનું નામ અનિલ ગાંડુભાઈ રાઠોડ ઉ.વ 36 જ્યારે યુવતીનું નામ લલિતાબેન ઉ.વ.34 હોવાનું સામે આવ્યું છે.અનિલ અને લલિતા બન્ને પતિ પત્ની તરીકે સાથે રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

આ ઉપરાંત. મૃતક લલીતાનો મૃતદેહ ખાટલા પરથી મળી આવ્યો હતો, જ્યારે અનિલ ફાંસો લગાવેલી હાલતમાં મળતા બન્ને વચ્ચે કોઇ બાબતમાં બોલાચાલી થયા બાદ અનિલે લલિતાનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ ફાંસો લગાવી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...