તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ ફરી તક ચૂકી:મોરબી યાર્ડની ચૂંટણીમાં ભાજપની સહકાર પેનલે 13 બેઠક કબજે કરી

મોરબી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપની સહકાર પેનલને મળ્યો ‘કિસાનાધાર’
 • લલિત કગથરા અને દલસુખ બોડાએ હારનો સામનો કરવો પડ્યો

ત્રણ તાલુકાના ખેડૂતોની જણસની ખરીદતા જિલ્લાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ તરીકે જાણીતા મોરબી માર્કેટિંગ યાર્ડની 19 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ સમર્થિત સહકાર પેનલ અને કોંગ્રેસ સમર્થિત પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકારી વિભાગની 2 એમ કુલ 16 બેઠક માટે 31મીએ મતદાન યોજાયું હતું. આ 16 બેઠક માટે બન્ને તરફી કુલ 21 ઉમેદવાર ઉભા રહ્યા હતા. બુધવારે મોરબી માર્કેટિંગ યાર્ડના હોદેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે નોંધાયેલા 1468 પૈકી 1375 મતદારોએ મતદાન કરતા 93.60 ટકા મતદાન થયું હતું. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે નોંધાયેલા 143 મતદાર પૈકી 132 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 92.30 ટકા મતદાન નોંધાયું હતું. ઉપરાંત ખરીદ વેચાણ સંઘની 2 બેઠક માટે નોંધાયેલા 35 મતદારો પૈકી તમામ 35 મતદારોએ મતદાન કરતા 100 ટકા મતદાન થયું હતું.

ગુરુવારે માર્કેટિંગ યાર્ડના હોદેદારો માટે ઉભા રહેલા ઉમેદવારને મળેલા મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના કલાકોમાં જ વેપારી વિભાગની 4 અને સહકાર વિભાગની 2 બેઠકનું પરિણામ આવી ગયું હતું. જેમાં વેપારી વિભાગમાં 4 માંથી 3 પરિવર્તન પેનલને જ્યારે 1 સહકાર પેનલને મત મળ્યા હતા, તો સહકારી વિભાગની બન્ને બેઠક ભાજપ સમર્થિત પેનલના ફાળે ગઈ હતી.જો કે ખેડૂતો વિભાગની 10 બેઠક માટે મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી. રાત્રે મતગણતરી પૂર્ણ થઈ ત્યારે પરિણામે એક પેનલને સંપૂર્ણ નિરાશ કરી દીધી હતી તો બીજી પેનલને ખુશ કરી દીધી હતી.

ખેડૂતોએ ભાજપ સમર્થન ધરાવતી સહકાર પેનલને તમામ 10 બેઠક પર જીત અપાવી દીધી હતી.આ 10 બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ લલિત કગથરા અને ધ્રુવ કુમાર સિંહ પ્રહલાદસિંહ જાડેજા વચ્ચે જોરદાર ટકકર જોવા મળી હતી.અંતમાં લલિત કગથરાને હારનો સામનો કરવો પડ્યો હતો. પરિવર્તન પેનલને બીજો આંચકો વાઘજી બોડાના પુત્ર દલસુખના રૂપમાં લાગ્યો હતો.સહકારી ક્ષેત્રના અગ્રણી એવા વાઘજી બોડાના પુત્રની ચૂટણીમાં હાર થઈ હતી.

જીતની ઉજવણીમાં નેતાઓ માસ્ક પહેર્યા વિના નાચતા જોવા મળ્યા
મોરબી જિલ્લામાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.ઘરે ઘરે માંદગીના ખાટલા છે.લોકોને માસ્ક પહેરવા અપીલ કરતા નેતોઓ ખુદ જીતની ખુશીમાં ઢોલ વગાડી માસ્ક પહેર્યા વિના નાચતા જોવા મળ્યા હતા. જાણે મોરબીમાં કોરોના હોય જ નહીં તેમ અગાઉ મતદાન વખતે પણ ભીડ જામી હતી અને લોકો સોશિયલ ડિસ્ટન્સ શું છે તે જ ભૂલી ગયા હોય તેવી સ્થિતી જોવા મળી હતી.

વિજેતા ઉમેદવારોની યાદી

 • ખરીદ વેચાણ સંઘ વિભાગ

1. મગનભાઈ ધનજીભાઈ વડાવિયા (સહકાર પેનલ ) 2. મનહરભાઈ ગાંડુભાઇ બાવરવા (સહકાર પેનલ )

 • વેપારી વિભાગ

1. કિશોરભાઈ થોભણભાઈ બાવરવા (પરિવર્તન પેનલ ) 2. ભરતભાઈ ઓધવજીભાઈ છત્રોલા(પરિવર્તન પેનલ) 3. કેશવજીભાઇ લવજીભાઈ રૈયાણી (સહકાર પેનલ) 4. શશીકાંત ભગવાનજીભાઈ ઢેઢી (પરિવર્તન પેનલ)

 • ખેડૂત વિભાગ

1. હીરજીભાઈ કેશવજીભાઇ અમૃતિયા (સહકાર પેનલ) 2. પરસોતમભાઇ અવચરભાઈ કૈલા (સહકાર પેનલ) 3. ધ્રુવકુમારસિંહ પ્રહલાદસિંહ જાડેજા (સહકાર પેનલ) 4. આપાભાઈ કાળુભાઇ બોરીચા (સહકાર પેનલ) 5. ભવાનભાઈ કુંવરજીભાઇ ભાગીયા (સહકાર પેનલ) 6. મનસુખભાઇ નરશીભાઈ ભાડજા (સહકાર પેનલ) 7. ભરતભાઈ કરમશીભાઇ ભાલોડીયા (સહકાર પેનલ) 8. હરિલાલ મોહનભાઇ મોરડીયા (સહકાર પેનલ) 9. વિનોદભાઈ ગોરધનભાઈ લોરિયા (સહકાર પેનલ) 10. વિજયકુમાર ધીરુભાઈ હુંબલ (સહકાર પેનલ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો