અકસ્માત:ખાડો આવતા બાઈક સ્લીપ થઇ, કારની ઠોકરે જીવ ખોયો

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ખાડાએ જીવ લીધો
  • વાવડીનો​​​​​​​ યુવાન કારખાનેથી આવતો’તો ત્યારની ઘટના

મોરબીના વાવડી ગામમાં રહેતો યુવક માંડલ રોડ ઉપર કારખાનેથી તેના ગામ વાવડી તરફ આવી રહ્યો હતો તે દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલો ખાડો મોતનું કારણ બન્યો હતો. રોડ પર ખાડામાં પડી ગયેલ યુવાનને અજાણ્યા કાર ચાલકે ઉડાવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની કરૂણતા એ હતી કે ખાડો આવતાં બાઇક તારવવા ગયો, અને બાઇક સ્લીપ થયું. અાથી યુવાન રોડ પર પટકાયો, અને પાછળથી આવતી કારના ચાલકે ઠોકર મારતાં યુવાનની ઇજાએ યુવકનો ભોગ લઇ લીધો. પોલીસે અકસ્માત સર્જીને ફરાર કાર ચાલકની શોધખોળ ધરી હતી.

મહેન્દ્રનગર ચોકડીથી આઇટીઆઇ તરફના રોડ ઉપર માંડલ ગામ તરફથી પોતાના મોટર સાયકલ ઉપર આવી રહેલા જયેશભાઇ વસરામભાઇ સનારીયા રોડ ઉપર ખાડામાં બાઈક સાથે પડી જતા શબરી હોટલ નજીક અજાણ્યા કર ચાલકે તેમને અડફેટે લેતા જયેશભાઈને ગંભીર ઈજા સાથે મોરબી સિવિલમાં ખસેડયા હતા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ ઘટના અંગે મૃતકના કાકા રતીલાલ જગજીવનભાઇ સનારીયાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કારચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...