રેલીનું પોલીસ દ્વારા સ્વાગત:રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે કચ્છથી નીકળેલી બાઈક રેલી મોરબી આવશે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માળિયા, મોરબી અને ટંકારા એમ ત્રણ સ્થળે બાઈક રેલીનું જિલ્લા પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવશે

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કચ્છથી નીકળેલી બાઈક રેલી ગુરુવારે મોરબી જિલ્લામાં પ્રવેશ કરશે મોરબી જિલ્લામાં પ્રવેશ બાદ અલગ અલગ સ્થળ જેમાં માળીયા, મોરબી અને ટંકારા ખાતે જિલ્લા પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ તકે પોલીસ સહિત અનેક આગેવાનો, અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે લખપત-પશ્ચિમ કચ્છથી કેવડિયા-નર્મદા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખપતથી નીકળેલી આ બાઈક રેલી આવતીકાલે તા.21 ને ગુરુવારે મોરબી આવી પહોંચશે.

આથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે નીકળેલી આ બાઈક રેલીનું આવતીકાલે ગુરુવારને તા.21 ના રોજ સવારે 10 કલાકે માળીયા (મી)ની ગેલોપ્સ હોટલ ખાતે તેમજ બપોરે 1-30 કલાકે મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે અને બપોરે 3 કલાકે ગ્રીન વેલી ઇન્ટરનેશન સ્કૂલ, લતીપર, ટંકારા ખાતે સ્વાગત કરાશે. આ તકે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ તેમજ જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ અને એસપી એસ. આર. ઓડેદરા ઉપસ્થિત રહીને સ્વાગત કરશે.

અન્ય સમાચારો પણ છે...