સરકાર દ્વારા જેનરીક દવાઓ બાબતે લોકોને જાગૃત કરવા અને આ દવાઓ તમામ લોકો સુધી પહોંચાડવાના આશયથી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના લોકો સુધી પહોંચાડવા માટે જન ઔષધિ 'સસ્તી પણ - સારી પણ' એવી થીમ સાથે મોરબીના રવાપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ લોક કલ્યાણ માટે યોજાતા કાર્યક્રમોની સરાહના કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ મળી રહે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવાથી ફાયદો વધુ છે.
જયંતિભાઇ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખાતે કોઈ પણ આડઅસર વિનાની જેનરિક દવાઓ સસ્તા ભાવે મળે છે. ત્યારે લોકોએ પૂર્વગ્રહ છોડી આ દવાઓ લેવી જોઈએ અને અન્યને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ. સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેએ સસ્તી અને સુલભ જેનરિક દાવાઓની ગુણવત્તા અને મહત્વની વાત કરી આ બાબતે લોકોને જાગૃત થવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.