તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વાંકાનેરના ચંદ્રપુર પાસે વીર નર્મદ યુનિવર્સીટીની ઉત્તરવહી રસ્તા પરથી મળી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે હોટેલ માલિકને મળતા તંત્રને ટ્વિટર થકી જાણ કરી

વાંકાનેર નજીક હાઈવે પર ચંદ્રપુર ગામ નજીક રસ્તા પર એક ઉતરવહીઓ મળી આવી હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એફવાય બીએસસી નર્સિંગની ઉતરવહી હોવાનું જાણવા મળ્યું છે. કચરાના ઢગલામાંથી ઉતરવહીઓ મળતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. ત્યારે વાંકાનેર નજીકથી એફવાય બીએસસી નર્સિંગની ઉતરવહી મળી આવી હતી.

વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર નજીક જાહેર રોડ પર બુધવારે વહેલી સવારે સુરતની વીર નર્મદ યુનિવર્સીટીની 20થી વધુ જૂની ઉત્તરવહી રઝળતી મળી આવી હતી. તપાસ કરતા આ ઉત્તરવહી વીર નર્મદ યુનિ દ્વારા 2019ની સાલમાં એફ.વાય.બીએસએસી નર્સિંગની ઓગસ્ટ 2019માં લેવાયેલ પરિક્ષાની હોવાનું ખુલ્યું હતું. યુનિ. દ્વારા વિદ્યાર્થીઓની ઉતરવહીઓ યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે આવી રીતે જાહેરમાં ફેંકી દેવાઈ છે. જોકે આ ઉત્તરવહી જોતા સૌથી મોટો પ્રશ્ન એ સામે આવ્યો છે કે આટલી બધી ઉત્તરવહી વાંકાનેર કેવી રીતે પહોંચી. આ અંગે હોટેલ સંચાલકે અલગ અલગ સરકારી વિભાગમાં સોશ્યલ મીડિયામાં ફરિયાદ કરી હતી. બનાવ અંગે મોડી સાંજ સુધી મોરબી જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ તંત્રમાંથી કોઈ જવાબ મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો