રજૂઆત:આરોગ્ય કર્મીઓની પગાર અને બદલી મુદ્દે આંદોલનની ચીમકી

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીને આવેદપત્ર પાઠવી લેખિત રજૂઆત

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મોરબી જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે મોરબી જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા આરોગ્ય કર્મચારી દ્વારા અનિયમિત પગાર તેમજ બદલી સહિતના મુદ્દે જિલ્લા કક્ષાએ અનેક વખતે રજુઆત કરવામાં આવી હોવા છતાં એકપણ પડતર પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી વિવિધ પડતર પ્રશ્નો જેવા કે ફિલ્ડ લેવલે ફરજ બજાવતા તમામ આરોગ્ય કર્મચારીના પગાર છેલ્લા છ મહિનાથી અનિયમિત છે જેથી કર્મચારીઓ હોમલોન, કાર લોન, અન્ય લોન લીધેલ હોય તેના હપ્તા ભરી સકતા નથી જેથી પગાર દર માસની ૧ થી ૫ તારીખ સુદીમાં મળે તે જરૂરી છે

ટૂંક સમયમાં mphw ની નવી ભરતી થવાની છે ત્યારે જુના mphw ભાઈઓએ જે બદલીની અરજી મુકેલ છે તેને માંગણી મુજબ પોતાના વતન નજીક બદલી કરી આપવા માંગ કરી છે તે ઉપરાંત ફિલ્ડ લેવલે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયના ટીએ બીલ મંજુર કરવામાં આવ્યા નથી જેથી કર્મચારીઓને ચાર્જ આપવામાં આવતો હોય તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને LTC બીલો મંજુર કરવામાં આવ્યા નથી. આ મુદ્દે આરોગ્ય કર્મચારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ફરી એકવારઆવેદન પાથરી રજૂઆત કરી હતી વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે અને યોગ્ય નિરાકરણ ના આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

અન્ય સમાચારો પણ છે...