તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીની સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાતમીના આધારે મહારાષ્ટ્રથી દબોચી લીધો

મોરબીની એક સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ જનારા આરોપીને મોરબી એન્ટી હ્યુમન ટ્રાંફિકિંગ યુનિટે મહારાષ્ટ્રથી ઝડપી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર મોરબીમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાનો વતની અને પુનામાં રહેતો મંગેશ ઘનશ્યામરાવ વાઘબુદે નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો જે અંગે મોરબી પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

જેના આધારે મોરબી જિલ્લાની હ્યુમન ટ્રાંફિકિંગ યુનિટ તપાસ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના પૂનામાં જ હોય અને જેથી મોરબી જિલ્લા એન્ટી ટ્રાંફિકિંગ યુનિટના ઈન્ચા. પી.આઈ એમ.આર.ગોઢાણીયા અને સ્ટાફ મહારાષ્ટ્ર પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપી મેગેશને ઝડપી લીધો હતો અને વધુ તપાસ માટે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો