ધરપકડ:ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી ફરાર આરોપી દોઢ વર્ષે હાથ આવ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી LCBએ રાજકોટમાંથી ઉઠાવી લીધો
  • જામનગરનો શખ્સ ​​​​​​​મોરબીમાં ક્વોરન્ટાઇન હતો

કોરોના જ્યારે પીક પર હતો ત્યારે આવતા પોઝિટિવ કેસ બહાર કે બજારમાં ખુલ્લેઆમ ન ફરે અને ચેપ ન ફેલાવે તે માટે જે તે શહેરોમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને આવા દર્દીઓને ત્યાં આઇસોલેશનમાં રખાતા અને તેમના પર બાજ નજર રાખવામાં આવતી હતી પરંતુ યેનકેન પ્રકારે મૂળ જામનગરનો બહુનામધારી શખ્સ જાપ્તાને ચકમો આપી ફરાર થઇ ગયો હતો અને કોઇના હાથ આવ્યો ન હતો. દોઢ વર્ષ બાદ મોરબી એલસીબીને આ શખ્સને રાજકોટમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના ગુન્હામાં ઝડપાયેલો બહુનામધારી મૂળ જામનગરનો શખ્સ ક્વોરન્ટાઇન સેન્ટરમાંથી દોઢ વર્ષ પૂર્વે નાસી છૂટ્યા બાદ ગઈકાલે એલસીબી ટીમે આ ઇસમને રાજકોટમાંથી ઝડપી લીધો હતો.

અલગ અલગ ગુનામાં નાસતા ફરતા હોય તેઓને ઝડપી લેવા એસપી અને ડીવાયએસપીની આદેશના પગલે મોરબી પેરોલફર્લો સ્ક્વોડની ટીમે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો અને મૂળ જામનગરના માધુપુર અને હાલ રાજકોટ માં રહતા પ્રશાંતભાઇ ઉર્ફે પ્રદિપ ઉર્ફે શિવ વ્રજલાલભાઇ ઉર્ફે વજુભાઇ કોડીનારીયાને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...