SOG પોલીસની સફળતા:મોરબીના ટીંબડી પાટિયા પાસેથી ચોરાઉ બાઈક અને 6 મોબાઈલ સાથે આરોપી ઝડપાયો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ટીંબડી પાટિયા પાસેથી પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ચોરાઉ બાઈક અને છ મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. મોરબીના રહેવાસી આ ચોર પાસેથી કુલ સિતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચોરીનું બાઈક અને છ મોબાઈલ ફોન મળ્યા
મોરબી SOG ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી ત્યારે બાતમી મળી હતી કે, બાઈક પર એક ઇસમ ચોરીના મોબાઈલ ત્યાંથી પસાર થવાનો છે. આ વાત મળતાંની સાથે SOG ટીમે ટીંબડી પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાઈક લઈને નીકળતાં આરોપી હાજી અકબર માણેક કે જે સો ઓરડી મોરબીનો રહેવાસી છે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ચોરીનું બાઈક અને છ મોબાઈલ ફોન સાથે આ શખ્સને ઝડપી લીધો હતો.

આરોપીની સઘન પૂછપરછ ચલાવી​​​​​​​
આરોપી પાસેથી મોરબી તાલુકા પોલીસ મથકમાંથી ચોરી થયેલું બાઈક જેની કિંમત રૂ. 40 હજાર અને ટીંબડી પાટિયા પાસેથી થોડા દિવસ પૂર્વે રાત્રીના સમયે કુલ 6 મોબાઈલની ચોરી થઇ હતી. જે ચોરીના 6 મોબાઈલ કિંમત રૂ. 33હજાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીની સઘન પૂછપરછ ચલાવી હતી. આમ, સિતેર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...