દુષ્કર્મ કેસ:દુષ્કર્મ આચરનાર સાવકા પિતા 2 દિવસના રિમાન્ડ પર

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયામાં બનાવ, માતાની ફરિયાદના આધારે કાર્યવાહી

માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ભોગ બનનારની માતાની ફરિયાદને આધારે સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી સાવકા પિતાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકની સગીરાને તેના જ સાવકા પિતાએ હવસનો શિકાર બનાવી હતી જે બનાવ મામલે ભોગ બનનારના સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની 13 વર્ષની દીકરીને આરોપી સાવકો પિતા થતો હોય જે આરોપીએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી અને આજથી દોઢ વર્ષ પહેલાથી લઈને એક માસ અગાઉ સુધીના સમયગાળા દરમિયાન સગીરાની છેડતી કરીને સાવકા પિતાએ અલગ અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને આ અંગે જાણ કરશે તો સગીરા અને તેની માતાને મારી નાખવાની ધમકી આપી સગીરાને ડરાવી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

જે બનાવ મામલે માળિયા પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ સીપીઆઈ ટીમ દ્વારા ચલાવવામાં આવી હતી. જેમાં આરોપી સાવકા પિતાને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...