ઉજવણી:મોરબીમાં 75મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની આજે ઉજવણી કરાશે

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિનજરૂરી ભીડ એકઠી ન થાય તેની તકેદારી સાથે આન, બાન અને શાનથી લહેરાવાશે તિરંગો

દેશ આજે 75માં સ્વતંત્રતા પર્વની આન બાન.અને શાન સાથે ઉજવણી કરવા થનગની રહ્યો છે. દેશના નાના ગામથી લઈ દેશની સર્વોચ્ચ જગ્યા એવા લાલ કિલ્લામાં ઠેર ઠેર ધ્વજ વંદન કરવામાં આવશે.કોરોના મહામારીને ધ્યાને લઇ ઠેરઠેર બિન જરૂરી ભીડ ન એકઠી થાય તે રીતે કોરોના ગાઇડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે. મોરબીમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે.જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવશે.

સવારે 9 કલાકે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે.આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ મોરબી જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. અને પરેડની સલામી ઝીલવામાં આવશે. આ વર્ષે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ વર્ષમાં યોજાનાર કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્‍સવની થીમ સાથે ઉજવણી થશે. મોરબી શહેર ઉપરાંત મોરબી જિલ્લાના તાલુકામાં પણ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. તેમજ તમામ શાળા કોલેજ સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદન સાથે આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવશે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રિહર્સલ કરાયું
સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા કલેક્ટર જે.બી.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કર્યું હતું.રિહર્સલમાં એસપી ઓડેદરા, અધિક કલેક્ટર એન.કે. મુછાર,પોલીસ દળના જવાનો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં યુવાનો દ્વારા દેશભક્તિ જગાવતા કાર્યક્રમ કર્યા હતા.

સંગ્રામસિંહજી ગ્રાઉન્ડ ખાતે થશે ધ્વજવંદન
ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ના.કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે. બાદમાં પોલીસ પરેડ દ્વારા શસ્ત્ર સલામી, તથા રાષ્ટ્રગાન બાદમાં સન્માનિત વ્યક્તિઓનું સન્માન, પ્રમાણપત્ર, પુરસ્કાર, ઇનામ વિતરણ વિગેરે બાદ વૃક્ષારોપણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...