તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન.ઓ.સી માટે કેમ્પનું આયોજન:મોરબીની ચાર પાલિકામાં ફાયર NOC માટે 27મીએ કેમ્પ યોજાશે

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા મિલકતધારકોને NOC ફરજિયાત

ભૂતકાળમાં સુરતના કોચિંગ કલાસ, અમદાવાદ, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સહિત આગજનીની ઘટનાઓ બની હતી જેમાં જાનહાની થઇ હતી. જે બાદ રાજય સરકારે ફાયર પ્રિવેંશન સિસ્ટમ લગાવવા અમલવારીમાં કડક સુચના કરી છે. જે બાદ રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ફાયર એન.ઓ.સી લેવા સૂચના આપી હતી. જેને પગલે મોરબી જિલ્લામાં આવતી નગરપાલિકા માટે એન.ઓ.સી માટે કેમ્પનું આયોજન કર્યું છે.

મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા પાલિકા વિસ્તારમાં આવેલી 9.મીટરથી ઉંચી અને 500 સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવતી શાળા,કોચિંગ કલાસ હોસ્પિટલમાં વગેરેએ એન.ઓ.સી. લેવાની ફરજિયાત કરવામાં આવી છે. આ માટે સંસ્થામાં યોગ્ય નિયમ મુજબનું ફાયર પ્રિવેંશન સિસ્ટમ કાર્યરરત હોવું જરૂરી છે. મોરબી જિલ્લાની 4 પાલિકા વિસ્તારમાં આવતી શાળા કોલેજ હોસ્પિટલમાં અને કોચિંગ ક્લાસમાં ફાયર એન ઓ સી માટે આગામી 27 મી માર્ચ ના રોજ સવારે 11 કલાકે મોરબી પાલિકાના ટાઉન હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દસ્તાવેજ જરૂરી

 • નિયત નમુનાની અરજી
 • ફિક્સ ફાયર ફાઈટિંગ સિસ્ટમનો એન્યુઅલ મેન્ટનસ કોન્ટ્રાક્ટ રૂ.300ના સ્ટેમ્પ પર નોટરી સાથે
 • બાંહેધરી પત્રક રૂ.300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરીને આપવો પડશે
 • ફાયરનું રીફીલિંગ, ખરીદ બીલ
 • ઇલેક્ટ્રિકલ ટેસ્ટ સર્ટી
 • લિફ્ટ લાયન્સ (હોય તો)
 • ઇમારતનો સક્ષમ સતા દ્વારા મંજૂર પ્લાન નકલ કે માલિકોનો પુરાવો
 • વિકાસ પરવાનગી, બી.યુ, બાંધકામની રજાચિઠ્ઠી, ફેકટરી નકલ લાયસન્સ (લાગુ પડતી હોય તો)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો