આયોજન:મોરબીમાં 25મીએ શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરાયું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુનિયાદી કન્યા પ્રાથમિક શાળામાં કેમ્પ યોજાશે

મોરબીના વીસી ફાટક પાસે બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા ખાતે 25મી મેએ શિક્ષકોનો બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની અલગ અલગ પ્રાથમિક શાળા તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ સરભર કરવા બદલી કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યની જે શાળામાં વિધાર્થીની સંખ્યાના પ્રમાણમાં નક્કી કરેલ શિક્ષકોની સંખ્યા કરતા વધુ શિક્ષકો હોય તો આવી શાળાઓમાં શિક્ષકોની વધ ઘટ સરભર બદલી કેમ્પ કરવા સુચના આપવામાં આવી છે.

આ સૂચનાને પગલે મોરબી જીલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળા અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક,શિક્ષકની સરભર બદલી કેમ્પનું તા 25 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોની આ બદલી કેમ્પમાં H-TAT મુખ્યશિક્ષકને આ બદલીમાં સમાવવામાં આવ્યા નથી. માળિયા તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી કેમ્પ તા 25ના રોજ સવારે 9થી 10 દરમિયાન જયરે હળવદ તાલુકાના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાનો બદલી કેમ્પ 10:30થી 11 :15 દરમિયાન,વાકાનેર તાલુકાનો કેમ્પ સવારે 11 :30થી 12 :30 દરમિયાન મોરબી તાલુકાનો કેમ્પ બપોરે 2 વાગ્યાથી 3 દરમિયાન તેમજ ટંકારા તાલુકા 3:૩0થી 5 દરમિયાન બુનિયાદી પ્રાથમિક શાળા વીસી ફાટક પાસે ખાતે રાખવામાં આવ્યા હતા જેની શિક્ષકોએ નોંધ લેવી.

અન્ય સમાચારો પણ છે...