કલેકટરને આવેદન:મોરબીમાં પડતર પ્રશ્ને શિક્ષકો સરકાર સામે, પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલન

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોનું કલેકટરને આવેદન

રાજ્યની અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવતા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી, તમામ હેતુઓ સળંગ ગણવા, સાતમા પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચૂકવવા જાહેરાત કરી છતાં છેલ્લા ત્રણ વર્ષના હપ્તા રોકડમાં ચૂકવાયા નથી, તા.19/01/2021ના શિક્ષણ વિભાગના ઠરાવમાં બિન શરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્રમાં રહેલી વિસંગતતાઓ અને વાંધાઓ દૂર કરવા, સીપીએફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો અમલ કરવા સહિતના પ્રશ્નો નિવરવામાં આવે. અગાઉ પણ શિક્ષકોએ આંદોલન કર્યું હતું. જેની સામે સરકારે સમાધાનરૂપે માંગ સ્વીકારી હતી. પણ હજુ સુધી તેની અમલવારી થઈ નથી. જેથી હવે શિક્ષકો દ્વારા પ્રથમ તબક્કામાં આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે.

બીજા તબક્કામાં બીજા તબક્કામાં શાળા સમય પછી જિલ્લા- તાલુકા મથક તથા શહેર ઘટક સંયુક્ત સંઘોના હોદેદારો, પૂર્વ બોર્ડ સદસ્યો, બોર્ડની ચૂંટણીના ઉમેદવારો, શિક્ષકો પડતર પ્રશ્નોના સ્લોગન અને બેનર સાથે મૌન ધારણ કરશે. મૌન ધારણ કરવા છતાં પણ જો કોઇપણ પ્રકારનો ઉકેલ નહિ આવે તો ત્રીજા તબક્કામાં રાજયના ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે તેવી રજુઆત સાથે મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના તમામ સભ્યો અને શિક્ષકો દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નો નહિ ઉકેલાય તો મૌન કાર્યક્રમ અને ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ જેવા આંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...