મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં મોરબી જિલ્લાના તલાટીઓએ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે. જો કે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે.
મળતી વિગત મુજબ મોરબી જિલ્લા તલાટી કમમંત્રી મહામંડળના પ્રમુખ ભાવેશભાઈ કાસુન્દ્રા અને મહામંત્રી રવિભાઈ હુંબલએ જણાવ્યું હતું કે, વર્ષોથી તલાટી મંત્રીઓના અનેક પ્રશ્નો વણઉકેલ છે. વર્ષ 2018 થી તલાટી કમ મંત્રી મહામંડળના નેજા હેઠળ તલાટીઓ પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. જેમાં સરકારમાં અનેક વખત રજુઆત અને આંદોલન પણ કર્યું હતું. તેમ છતાં સરકારે મચક ન આપતા હવે તલાટીઓની ધીરજ ખૂટી છે અને મોરબી જિલ્લાના તલાટીઓ આવતીકાલ તા. 2 ઓગસ્ટથી મુદતની હડતાલ ઉપર ઉતરશે તેવી જાહેરાત કરી છે. જો કે વચ્ચે તલાટીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગાની કામગીરીમાં જોડાશે. આ સિવાયની તમામ કામગીરીનો બેહિષ્કાર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.