તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ ન થાય તે માટે કડક કાર્યવાહી કરો: ગૃહમંત્રી

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં ટ્રાફિક કન્ટ્રોલરૂમનું નિરીક્ષણ કર્યું, સ્થિતિની સમીક્ષા

રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ ઝાલા આજે મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા .ખાસ કરીને મોરબી શહેરના પોલીસ મથક એસપી કચેરીની મુલાકાત લીધી હતી . જેમાં એ શહેરના એ ડિવિઝન પોલિસ મથકના સીસીટીવી કમાન્ડ કન્ટ્રોલની કામગીરી નિહાળી હતી. કમાન્ડ કન્ટ્રોલ રૂમમાં વરધી બુક નિભાવવામાં ન આવતી હોવાનું સામે આવતા ગૃહ મંત્રીએ તાકીદ કરી વરધી બુક બનાવી તેને યોગ્ય રીતે નિભાવવા તાકીદ કરી હતી. તેમજ સીસીટીવી 24 કલાક મોનિટરિંગ ચાલુ રાખવા જણાવ્યું હતું.

આ ઉપરાંત એસપી કચેરી ખાતે મોરબીના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી, જેમાં મોરબીમાં ચોરી,હત્યા, લૂંટ સહિતના બનાવની વિગત મેળવી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લામાં બાયોડિઝલ વેચાણ ન થવા દેવા, પ્રતિબંધિત નશાકારક દવાઓનું વેચાણ અટકાવવા સમયાંતરે એનડીપીએસ ડ્રાઇવ કરવા સહિતની બાબતમાં કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.આ ઉપરાંત ગરીબોની જમીન પડાવી લેતા માથાભારે તત્વો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ધર્મ પરિવર્તન પ્રવૃતિ ન થાય માટે કાર્યવાહી કરવા સુચના આપી હોવાનું ગૃહ મંત્રી જણાવ્યું હતું.

મીડિયાકર્મીનું બાઈક ચોરાયું
મોરબીમાં ગૃહ મંત્રીની મુલાકાતના દિવસે એક મીડિયા કર્મીનું બાઇક તેની જ ઓફિસ સામેથી જ ચોરી થયાનો બનાવ બન્યો હતો. મોરબીના અતુલ જોશી સવારે આશરે 9: 15ની આસપાસ પોતાની રવાપર રોડ પરની ઓફિસે ગયા બાદમાં 9: 45 ની આજુબાજુ નીચે ઉતરી રિપોર્ટિંગ માટે જવા બાઇક લેવા આવ્યા ત્યારે બાઇક ત્યાંથી ગુમ થયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...